ગાંધી
હવે તો નોટ પર બેઠા, બધે ખિસ્સે હસે ગાંધી,
ઉસૂલો તો તિજોરીમાં નથી, તોયે ગમે ગાંધી.
નથી ચરખો, નથી ખાદી, નથી એ સાદગી ક્યાંયે,
છબીમાં ટાંગવા માટે, સમારંભે ખપે ગાંધી.
કચેરીમાં બધું અટકે, ન ખસતી ફાઈલો ક્યાંયે,
પછી તો મેજ નીચેથી, જરા ધીમે, સરે ગાંધી.
જયંતીએ બધા નેતા નમે છે પૂતળા પાસે,
સભામાં એ જ જૂઠાણાં, બિચારા શું કરે ગાંધી?
પરાગે ના ધરી ખાદી, ન ટોપી કે ન કો નારા,
છતાં સાચું કહું ત્યારે, મને લાગે, મળે ગાંધી.
– પરાગ રતનપરા
#ગઝલ #ગાંધી #વ્યંગ #ભ્રષ્ટાચાર #સત્ય #પરાગરતનપરા
#GujaratiGhazal #Gandhi #PoliticalSatire #Corruption #TruthWithin #ParagRatanpara