← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ગામને પાદર ગરબો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ઝીણા ઝીણા દીવડા ઝળકે, ગરબો ઘૂમે ચોક,
માડી આવ્યાં ગામને પાદર, હરખ્યા સઘળા લોક.

ખેતરેથી થાક્યાં-પાક્યાં આવ્યાં સૌ નર-નાર,
પગમાં ફાટ્યાં ખાસડાં, તોયે તાળીનો રણકાર;
માના ગરબે ભૂલી જવાય ભૂખ, ઉધારી, શોક…
ઝીણા ઝીણા દીવડા…

ભાભલડીના હાથમાં ગરબો, દાદી ગાય રે છંટ,
ટાબરિયાં ઢોલ પાછળ દોડે, ઊડે ધૂળની છંટ;
ચાંદો ઊભો ઊંચે જોતો, ભૂલ્યો આભે ટોક…
ઝીણા ઝીણા દીવડા…

પરાગ કહે: ના લાઇટ, ના સ્પીકર, ના ટિકિટનો ભાર,
માટીના ગરબામાં બેઠો માનો અસલ અવતાર;
શ્રદ્ધા જ્યાં સાદી હોય ત્યાં, માડી રમે અચૂક…
ઝીણા ઝીણા દીવડા…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખકવિતા ક્યારે આવે?આગલો લેખ →ઝરૂખે