ગામ સૌનું છે
ન મંદિરનું, ન મસ્જિદનું, અમારું ગામ સૌનું છે,
અઝાં ને આરતી ગુંજે, અહીં આ ધામ સૌનું છે.
કદી વડલે ધરે દોરો, કદી દરગાહ પર ચાદર,
નમે જ્યાં શીશ શ્રદ્ધાથી, બધું એ ઠામ સૌનું છે.
રહીમે ગાયને પાણી, રમેશે દીવડો કબરે,
લડે જે નામ પર, એ તો ખુદાનું નામ સૌનું છે.
કરફ્યૂમાં ય ભૂખ્યાંને જમાડ્યાં એક ચૂલાએ,
બધાંને રોટલો દેવો, ખરેખર કામ સૌનું છે.
પરાગે ફૂલને પૂછ્યું, હસીને ફૂલ બોલ્યું કે
‘હવાની જેમ ખુશ્બૂ પણ, અને આ શ્યામ સૌનું છે.’
– પરાગ રતનપરા
#ગઝલ #કોમીએકતા #ભાઈચારો #ગામ #માનવતા #પરાગરતનપરા
#GujaratiGhazal #CommunalHarmony #Brotherhood #OneVillage #Humanity #ParagRatanpara