← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ફૂલ દોર્યું

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

સત્ય લખતાં બીક લાગે, ને કલમ પણ ક્ષીણ છે,
જૂઠ લખતાં લાજ આવે, બેઉ કાંઠે ખીણ છે;
આખરે મેં ફૂલ દોર્યું, ને કરી દીધી સહી,
લોક બોલ્યા: ‘વાહ! કવિતા કેટલી રંગીન છે!’

– પરાગ રતનપરા

મુક્તકવ્યંગ
← પહેલો લેખસ્મશાનનો ચોકીદારઆગલો લેખ →ઉદાસી