ફોનમાં
ભાઈ ભાભી પાસ બેઠાં, તોય વાતો ફોનમાં,
આંખ સામે માણસો, ને સર્વ નાતો ફોનમાં.
થાળ ઠરતો જાય છે, પણ લાઇકો ગણતો હતો,
પેટ ભૂખ્યું, ને નજર, આ જીવ ખાતો ફોનમાં.
દીકરો પરદેશમાં, મા ગામમાં, કૉલે મળે,
એક માની જિંદગીની સર્વ રાતો ફોનમાં.
લગ્નનો મંડપ સજેલો, અગ્નિ ઝળહળતો હતો,
ગોર પણ મંત્રો હવે તો રોજ ગાતો ફોનમાં.
આ પરાગે બાગ જોયો, ફૂલ જોયું સ્ક્રીન પર,
મ્હેક તો ક્યાંથી? સમય આખો ય જાતો ફોનમાં.
– પરાગ રતનપરા
#ગઝલ #હાસ્યવ્યંગ #મોબાઇલ #સંબંધ #આધુનિકજીવન #પરાગરતનપરા
#GujaratiGhazal #Satire #PhoneAddiction #DigitalAge #LostConnections #ParagRatanpara