ફ્લેટમાં
આંગણું ક્યાં? ઝાડ ક્યાં? ક્યાં ઓટલો છે ફ્લેટમાં?
નામપાટી બારણે, પણ ઉંબરો છે ફ્લેટમાં?
બાજુના ઘરમાં રહે છે કોણ, એ જાણ્યું નહીં,
વાત કરવા ક્યાં હવે એ ચોતરો છે ફ્લેટમાં?
બાળ ફોને, બાપ કામે, બા અલગ રૂમે રહે,
સાથ જ્યાં બેસે બધા, એ ઓરડો છે ફ્લેટમાં?
ચાંદ ને તારા ગયા, ધાબે પરોઢે ક્યાં પવન?
ફૂલદાને કાગળી આ મોગરો છે ફ્લેટમાં.
આ પરાગે મ્હેક વેરી, પણ હવા ક્યાં આવતી?
‘કેમ છો?’ પૂછે સવારે, આયનો છે ફ્લેટમાં.
– પરાગ રતનપરા
#ગઝલ #શહેરીજીવન #એકલતા #ફ્લેટ #ગામનીયાદ #પરાગરતનપરા
#GujaratiGhazal #UrbanIsolation #ApartmentLife #LostVillage #ModernLoneliness #ParagRatanpara