← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ફિલ્ટર

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

એના ફોટામાં
ગાલ ગુલાબી,
આંખો મોટી,
ત્વચા કાચ જેવી —
ફિલ્ટરની કૃપાથી.

લાખો લાઇક,
હજારો ‘વાહ!’

રાતે
એ અરીસા સામે ઊભી રહી,
ને અરીસામાંની
એક થાકેલી, સાચી છોકરી
એને
ઓળખી ન શકી.

સૌથી સુંદર ઝેર
એ હોય છે
જે આપણે
રોજ સવારે
જાતે જ
ચહેરા પર લગાવીએ છીએ.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખકવિતાથી શું થાય?આગલો લેખ →આવી ચડે