← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ફકીરીમાં

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

નથી ઘર કે નથી આંગણ, જવાની છે ફકીરીમાં,
ખુદાની દસ્તખત જેવી નિશાની છે ફકીરીમાં.

કદી ભૂખ્યો, કદી ભીનો, છતાં ગાતો રહે ઝૂમી,
અધૂરી તોય પૂરી એ કહાની છે ફકીરીમાં.

ન બાંધ્યો કોઈ ઘાટે, ના કિનારે કોઈ રોકાયો,
નદી જેવી અખંડિત એ રવાની છે ફકીરીમાં.

ત્યજી મેવાડ મીરાં, ઝેર પી લીધું, હસી તોયે,
જગતની સૌ સમજ કરતાં દિવાની છે ફકીરીમાં.

પરાગે ફૂલ છોડ્યું ને હવાનો હાથ ઝાલ્યો છે,
બની ખુશ્બૂ વહે એવી રુહાની છે ફકીરીમાં.

– પરાગ રતનપરા

#ગઝલ #ફકીરી #સૂફી #મીરાં #મસ્તી #પરાગરતનપરા
#GujaratiGhazal #SufiPoetry #Renunciation #Meera #MysticFreedom #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખભાણુંઆગલો લેખ →ધરમ