ફકીરા
નથી ઘર, નથી થાળ, ખાલી ફકીરા,
છતાં મસ્ત, મોજે ય મ્હાલી ફકીરા.
ન સોનું, ન ચાંદી, ન સિક્કા, ન તખ્તો,
રમે એકતારો જ ઝાલી ફકીરા.
જગત ઝેર આપે, હસી પી જતો એ,
ગણી એ અમીની જ પ્યાલી ફકીરા.
ઉજાડે ભલે લોક બાગો બધાયે,
ફરી વાવતો ફૂલ, માલી ફકીરા.
પરાગે ખભે શબ્દ-ઝોળી ઉપાડી,
ગઝલ એક એની જ વ્હાલી ફકીરા.
– પરાગ રતનપરા
#ગઝલ #ફકીર #વૈરાગ્ય #મસ્તી #સંતવાણી #પરાગરતનપરા
#GujaratiGhazal #Fakir #Detachment #CarefreeSoul #Mysticism #ParagRatanpara