ફૅક્ટરી
નિશાળો ફૅક્ટરી થઈ ગઈ, બધે ડૉક્ટર બનાવે છે,
હતો જે ચિત્રનો રસિયો, ઘસી ટૉપર બનાવે છે.
નિશાળે, ટ્યૂશને, ક્લાસે, ઘસાતું રોજ બચપણ, ને
પછી તો નોકરી માટે જ મૅનેજર બનાવે છે.
ન પૂછે કોઈ, શું ગમતું તને, શું સ્વપ્ન છે તારું,
કરી ઘેટાં બધાંને, ત્યાં પછી લીડર બનાવે છે.
પિતાજી રોજ સરખાવે પડોશીનાં બધાં સાથે,
છુપાવી આંસુ, મલકાવી, ઘડી ઍક્ટર બનાવે છે.
પરાગે બાળને પૂછ્યું: ‘થવું છે શું? કહે, બેટા,’
કહે: ‘પંખી’, હસી સૌએ, પછી બૅન્કર બનાવે છે.
– પરાગ રતનપરા
#ગઝલ #શિક્ષણ #વ્યંગ #બાળપણ #સ્પર્ધા #પરાગરતનપરા
#GujaratiGhazal #EducationSatire #RatRace #LostChildhood #Conformity #ParagRatanpara