← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

એવો સંગ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

જેને મળતાં મનડું ઠરે, એવો સંગ દેજો રામ,
જેને જોતાં આંસુ ઝરે, એવો રંગ દેજો રામ.

ના માગું હું મ્હેલ-હવેલી, ના માગું હું ધન,
એક ખૂણે ભજન ગવાય, એવું દેજો મન;
ઝૂંપડીએ દીવો બળે, એવો ઢંગ દેજો રામ…
જેને મળતાં…

કોઈ ભૂખ્યો દ્વારે આવે, તો પાછો ના જાય,
અડધો રોટલો વહેંચી ખાઉં, એવું હૈયું થાય;
સૌનાં દુઃખે આંખ ભરાય, એવો અંગ દેજો રામ…
જેને મળતાં…

પરાગ કહે: મેં જોયું જગમાં, સૌ દોડે છે ખાલી,
સાચો સંગ મળે તો ઝૂંપડી લાગે દિવાળી;
છેલ્લે શ્વાસે નામ રટું, એવો તરંગ દેજો રામ…
જેને મળતાં…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખમૌનની ભાષાઆગલો લેખ →મરવાની રીતો