એકલો
ભીડ આખી બ્હાર છે ને બારણામાં એકલો,
છોકરાં પરદેશ ઊડ્યાં, આંગણામાં એકલો.
ગામ આખું તાપતું’તું ગોઠડી કરતું અહીં,
આજ ઠંડી રાતમાં હું તાપણામાં એકલો.
દોસ્ત, મેળા, ગામ, શેરી, સૌ સમય લઈ ગ્યો હવે,
રાતભર હું જાગતો સંભારણામાં એકલો.
ખેતરે મા, બાપ દાડે, ઝૂંપડી સૂની પડી,
ને રડે ભૂખ્યું બિચારું પારણામાં એકલો.
કોઈ ના આવ્યું, પરાગે મ્હેક પણ ખુદને ધરી,
ને પછી હસતો રહું હું આયનામાં એકલો.
– પરાગ રતનપરા
#ગઝલ #એકલતા #વૃદ્ધત્વ #ગરીબી #અરીસો #પરાગરતનપરા
#GujaratiGhazal #Loneliness #EmptyNest #Poverty #Mirror #ParagRatanpara