એકલો
અમાસે ગગનમાં ફરે એકલો,
પડે પાંખ ભારે, તરે એકલો.
હતાં ઝૂંડ, માળો, હતી ડાળ પણ,
છતાં આજ રાતે ડરે એકલો.
સફરમાં ઘણા સાથ ચાલ્યા હતા,
વળાંકે હવે સંચરે એકલો.
ભરી ભીડમાં પણ, ભરેલા નગર,
હસે સાથ સૌની, મરે એકલો.
પરોઢે ફરી ગીત ગાશે જરૂર,
ભલે રાત આખી ઠરે એકલો.
પરાગે લખી વાત એની ગઝલ,
હવે શબ્દમાં એ સરે એકલો.
– પરાગ રતનપરા
#ગઝલ #એકલતા #પંખી #અંધકાર #આશા #પરાગરતનપરા
#GujaratiGhazal #Loneliness #NightBird #Darkness #HopeAtDawn #ParagRatanpara