← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

એક ઓશીકા જેટલું

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

તારા વગર
બધું ચાલે છે.

સવારે છાપું આવે છે,
દૂધવાળો ઘંટડી વગાડે છે,
કુકર ત્રણ સીટી મારે છે.

બસ,
રાતે
બીજું ઓશીકું
હજી
ખંખેરીને ગોઠવું છું,
ને સવારે
એના પર
એક પણ કરચલી
પડી હોતી નથી.

બધું ચાલે છે —
ફક્ત
એક ઓશીકા જેટલું
ઓછું.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખરોટલો, ઓટલો ને ગરબોઆગલો લેખ →છૂટા શેર ૮૦૬૬–૮૦૯૦