← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

એક જ ઘરમાં

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

એક જ ઘરમાં રહીએ, સાજન, તોયે જોજન છેટાં,
એક જ થાળી, એક જ ખાટલો, તોયે મન ન ભેટ્યાં.

સવારે ચાનો કપ મૂકું, તું છાપામાં ડૂબે,
હું પૂછું: ‘શું રાંધું?’, તો તું ‘કંઈ પણ’ કહી ઊભે;
વાતો અડધી રહી, ને થાળીમાં પડ્યાં રહ્યાં એઠાં…
એક જ ઘરમાં રહીએ…

રાતે તું ફોનમાં ખોવાયો, હું ખોવાઈ ટીવી,
બે અજવાળાં વચ્ચે અંધારું, કેમ કરી એ સીવી?
પડખું ફેરવી સૂતાં આપણ, મનડાં રહ્યાં અણબેઠાં…
એક જ ઘરમાં રહીએ…

પરાગ કહે: આ ભીંતો તો છે મૌન તણી ઈંટોની,
એક જ ‘કેમ છો?’ પૂછો તો તૂટે, વાત નથી સોનાની;
હાથ લંબાવો, ફરી મળે આ હાથ, હજી છે બેઠાં…
એક જ ઘરમાં રહીએ…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખપ્રસાદી છેઆગલો લેખ →છુપાયો