← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ઈ તો એમ જ હોય

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ઈ તો એમ જ હોય, ભાઈ, ઈ તો એમ જ હોય,
આંબે મોર આવે ને પછી ખરી ખરી ખોય!

ધોરી બળદ જોતર્યો ત્યાં તો વાદળ ગયાં રિસાઈ,
દીકરી ચાલી સાસરે ત્યાં ઘરમાં ખાલી ખાઈ;
ચૂલે મૂકી ખીચડી ને મે’માન આવ્યા સોય…
ઈ તો એમ જ હોય…

હરખે પહેર્યું પાઘડું ત્યાં વાવડ આવ્યો ઝાઝો,
મેળે ગ્યા ને ખિસ્સું કપાયું, બળ્યો મેળાનો મા’જો;
હસવું ને રોવું તો બેઉ એક જ ઢોલે વાગે, જોય…
ઈ તો એમ જ હોય…

પરાગ કહે: જે થાવાનું ઈ થાય, ન થાય ઈ ન થાય,
વાયુ ભાળી ધજા ફરકે, પણ થાંભલો ક્યાંય ન જાય;
મનનો દીવો સ્થિર રાખજો, પવન ભલે ને રોય…
ઈ તો એમ જ હોય…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખકવિતા એટલેઆગલો લેખ →ઊતરીને જો