← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

એ બોલી નહીં

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ચાય મૂકી, કાચ લૂછ્યા, ને કશું બોલી નહીં,
આંખ ભીની થઈ, છતાં એ પણ ઘણું બોલી નહીં.

રોજ ગોળી ને દવા મૂકી હથેળીમાં, પછી
ફક્ત ‘લીધી?’ — એટલું, બીજું નવું બોલી નહીં.

હાથ મારો હાથમાં લઈ, એ જરા મલકી, અને
‘પ્રેમ’ જેવું એ શબદમાં તો ખરું બોલી નહીં.

આખરી દિવસે ય એણે ઓઢણું ઓઢાડિયું,
‘આવજો’ પણ એ જવા ટાણે ભલું બોલી નહીં.

આ પરાગે મૌનમાં એના ગઝલ આખી લખી,
આંખ એની સૌ કહી ગઈ, એ બધું બોલી નહીં.

– પરાગ રતનપરા

#ગઝલ #દાંપત્ય #મૌનપ્રેમ #પત્ની #વિરહ #પરાગરતનપરા
#GujaratiGhazal #SilentLove #LifePartner #UnspokenWords #Loss #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખઘેટાંઆગલો લેખ →ચાંદની થઈને