દ્વિધામાં
ખડો પાર્થ ત્યાં તો કમાને દ્વિધામાં,
નમે બાણ પોતે, નિશાને દ્વિધામાં.
પિતા ખાટલે ને નવી નોકરી છે,
રહું છું રજાના બહાને દ્વિધામાં.
પિતા ગામ, ને પુત્ર પરદેશ જાતો,
રહી મા બિચારી જમાને દ્વિધામાં.
અહીં ગામ, ત્યાં ફ્લૅટ, ને દેશ-પરદેશ,
રહું ક્યાં? ભટકતો મકાને દ્વિધામાં.
‘પરાગે’ ઉપાડી કલમ, શબ્દ થંભ્યા,
ગઝલ પણ રહી ત્યાં તરાને દ્વિધામાં.
– પરાગ રતનપરા
#ગઝલ #દ્વિધા #અર્જુન #પેઢીઓ #પરદેશ #પરાગરતનપરા
#GujaratiGhazal #Dilemma #InnerKurukshetra #GenerationGap #Diaspora #ParagRatanpara