← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

દુનિયાદારી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

છોડ રે મનવા, દુનિયાદારી, આ તો ઠગની બજારી,
માથે મુગટ, ને પગમાં બેડી, એવી છે આ યારી.

આજે તારી વાહ વાહ કરશે, કાલે મારશે ધક્કો,
ખુરશી ગઈ, તો સગો ભાઈ પણ ન આપે ટેકો;
હસતાં હસતાં ખંજર ભોંકે, એવી છે હોશિયારી…
છોડ રે મનવા…

નામ-દામની દોડમાં તું તો ભૂલ્યો માની વાતો,
ફોન ઉપર ‘લવ યુ’ લખે, ને ઘરમાં નહીં નાતો;
ખાલી હાથે જવું છે અંતે, શું કરવી આ તૈયારી?
છોડ રે મનવા…

પરાગ કહે: તું સાચો રહેજે, ભલે રહે એકલો,
ભીતર દીવો રાખજે, ભલે બહાર હો કાળો પડદો;
દુનિયાદારી છોડીને જોજે, પ્રીત પ્રભુની ન્યારી…
છોડ રે મનવા…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખટીપુંઆગલો લેખ →ભાગીદારી