← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ડોસો ને દરજી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ડોસો ને દરજી, બેઉ રોજ ઝઘડે રે,
એક ઝભ્ભાની પાછળ આખું ગામ ભડકે રે…

ડોસો કહે: ‘મારું માપ તો ચાલીસનું, લખી લે ભાઈ’,
દરજી હસીને બોલ્યો: ‘દાદા, ફાંદ બની છે ખાઈ!’
ડોસો ખીજ્યો, ટેપ ખેંચી, ચશ્માં નાકે અટકે રે…
ડોસો ને દરજી…

ઝભ્ભો લઈને ઘરે ગયા, ડોસી બોલી: ‘હાય રામ!
આ તો જાણે મચ્છરદાની, સીવ્યું કે કર્યું કામ?’
ડોસો પાછો દરજી પાસે, છત્રી લઈને ખખડે રે…
ડોસો ને દરજી…

પરાગ કહે: આ કજિયો નથી, આ તો ગામનો મેળો,
ઝભ્ભો તો બહાનું, ડોસાને જોઈએ કોઈ ભેળો;
એકલતા સીવે છે દરજી, ટાંકે ટાંકે ઝબકે રે…
ડોસો ને દરજી…

– પરાગ રતનપરા

ગીતહાસ્ય
← પહેલો લેખટેરવેઆગલો લેખ →ફરી આવશું