← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ડોસો-ડોસી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ડોસો કહે ડોસીને: ‘ચાલ, ફરી સાઇકલ પર બેસ,
મેળે જઈએ, ચકડોળ ચડીએ, જેમ ગયા’તા પહેલવહેલ.’

ડોસી હસે: ‘ઘૂંટણ દુખે ને ચશ્માં વિના ન સૂઝે,
ને તમને તો બે ડગલાંમાં શ્વાસ ચડે ને ધ્રૂજે!’
ડોસો કહે: ‘તું હાથ પકડજે, બાકી બધું સમજી લઉં,
ઘડપણ તો છે શરીરનું, હૈયું તો હજી અલબેલ’…
ડોસો કહે ડોસીને…

મેળામાં ડોસાએ લીધી લાલ બંગડીની જોડ,
ડોસી શરમાઈ ગઈ, જાણે સોળ વરસની કોડ;
છોકરાંઓ જોઈ હસ્યાં: ‘આ દાદા-દાદી તો જુઓ!’
ડોસો બોલ્યો: ‘ઈર્ષા કરો, દીકરા, આ છે પ્રેમનો ખેલ’…
ડોસો કહે ડોસીને…

પરાગ કહે: પ્રેમ નથી કંઈ જુવાનીની જાગીર,
પાકે ઉંમર સાથે, જેમ ધીમે ઘૂંટાય ખીર;
પાછા ફરતાં સાઇકલ પડી, બંને હસ્યાં ધૂળમાં,
જીવતરની સૌથી સુંદર, એ જ હતી સાચી સહેલ…
ડોસો કહે ડોસીને…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખદાદીની સાંજઆગલો લેખ →ત્યાં ગઝલ