દૂરથી
જરા દૂરથી હું તને રોજ ભાળું,
અડું તો વિખેરાય આ સ્વપ્ન-જાળું.
રહે તું ગગનમાં, રહું હું ધરા પર,
ઉછાળી લહર, ને ફરી જાત વાળું.
નથી ડાળથી મેં કદી ફૂલ તોડ્યું,
ગમે તોય ડાળે જ એને ય પાળું.
અધૂરી કથા એ જ સૌથી મજાની,
કહું સૌ? નહીં, મૌનમાં શબ્દ ટાળું.
પરાગે ન લૂંટ્યું કદી ફૂલનું મધ,
ગલીઓ સુગંધે બધી હું ઉજાળું.
– પરાગ રતનપરા
#ગઝલ #અંતર #પ્રેમ #સંયમ #અધૂરીકથા #પરાગરતનપરા
#GujaratiGhazal #LoveFromAfar #Restraint #UnfinishedStory #TenderLove #ParagRatanpara