← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ધરમની દુકાન

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ભાઈ, ધરમની ખૂલી છે દુકાન રે,
ફી ભરો ને પામો ભગવાન રે.

દરશનના ભાવ નક્કી, ‘વીઆઈપી’ લાઇન જુદી,
પૈસાવાળા પહેલા, બાકી સૌને ધક્કામુક્કી;
ભક્તોના ખિસ્સામાંથી બોલે છે ભગવાન રે…
ભાઈ, ધરમની…

બાબાજીના ફોટા વેચાય, વેચાય તાવીજ-દોરા,
મોક્ષનાં પણ ‘પૅકેજ’ મળે, હપ્તા સાવ સહેલા-સોરા;
‘ઑફર’માં તો સ્વર્ગ મળે, ને સાથે ઉપર મકાન રે…
ભાઈ, ધરમની…

પરાગ કહે: મંદિર તો છે ભૂખ્યા પેટની થાળી,
જ્યાં કોઈ રડતું હસે, ત્યાં જ ઝળહળે દિવાળી;
હૈયું હોય જો ખુલ્લું, તો ઘરમાં ઊગે ભગવાન રે…
ભાઈ, ધરમની…

– પરાગ રતનપરા

ગીતવ્યંગ
← પહેલો લેખદૂરથીઆગલો લેખ →પવન