દૂધપૌંઆ
શરદપૂનમની રાતે
બા અગાસી પર
દૂધપૌંઆનું તપેલું મૂકતી —
‘ચાંદની પડશે, તો અમરત થશે.’
અમે ભાઈબહેન
આખી રાત
વારાફરતી ચોકી કરતાં,
કે ચાંદો
ચૂપચાપ ઊતરીને
ચાખી ન જાય.
આજે અગાસી છે,
ચાંદો છે,
તપેલું પણ છે.
દૂધમાં ચાંદની તો
એમ ને એમ પડે છે —
પણ અમરત થતું નથી.
અમરત
ચાંદનીમાં નહોતું;
બાના હાથમાં હતું.
– પરાગ રતનપરા