← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

દિવાળી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

દીપ ઝળહળતા બધે ને બારસાખે તોરણાં,
માવડી લેતી ઉમંગે સૌ તણાં ઓવારણાં;
એક દીવો મૂકજે પાડોશના પણ ઓટલે,
તો દિવાળીનાં સફળ છે, દોસ્ત, સઘળાં કારણાં.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખભગાભાઈઆગલો લેખ →બારી હોત તો