ડિગ્રી
હાથમાં ડિગ્રી, ગળામાં ટાઈ, ને એ પાસ છે,
નોકરીમાં ‘ઓળખાણે’ જે ગયો, તે ખાસ છે.
બાપુ મારા સાત ભણિયા, તોય મોઢે સૌ હિસાબ,
ફોનમાં ગણતર, છતાં આ દીકરો નાપાસ છે.
દફ્તરોના ઉંબરે આ બૂટ તૂટ્યા, ને છતાં
ફાઇલોમાં ક્યાંક દાબી એક નાની આશ છે.
બાપ ખેતર ખેડતો’તો, દીકરાને ના ખબર,
ઓફિસર થઈ દીકરો પૂછે: ‘ઘઉં કે ઘાસ છે?’
આ પરાગે પણ ગઝલની મેળવી ડિગ્રી, છતાં
કોઈ પૂછે ભાવ ના, ને દિલ મહીં બસ ‘કાશ’ છે.
– પરાગ રતનપરા
#ગઝલ #વ્યંગ #શિક્ષણ #બેરોજગારી #ડિગ્રી #પરાગરતનપરા
#GujaratiGhazal #Satire #EducationSystem #Unemployment #DegreesVsWisdom #ParagRatanpara