← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

આંબલિયો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

લીલો આંબલિયો ને એની પીળી પીળી કેરી રે,
મારે આંગણ ટહુકે કોયલ, કોયલ મારી વેરી રે.

કોયલ ટહુકે ને મને સાંભરે સાયબો પરદેશી રે,
એ તો ગ્યો રળવા દેશાવર, હું તો વાટ જોઈ બેઠી રે;
લીલા આંબાની છાંયડીએ મારે બળતી બપોરી રે…
લીલો આંબલિયો…

કેરી પાકી ને રસ ઘોળ્યો, વાડકે ભરી રાખ્યો રે,
ઠંડો થઈ ગયો, તોય સાયબા, તેં ન ઘૂંટડો ચાખ્યો રે;
ઊડતા કાગને પૂછું: મારો સાયબો ક્યારે આવે રે?…
લીલો આંબલિયો…

પરાગ કહે: આવતે વૈશાખે સાયબો ઘેરે આવ્યો રે,
ખિસ્સાં ખાલી, પણ મારે માટે ચૂંદડી લાલ લાવ્યો રે;
આંબલિયે ટહુકી કોયલ, હવે ના લાગે વેરી રે…
લીલો આંબલિયો…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખઓળખેઆગલો લેખ →ડિગ્રી