← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ધીમે ધીમે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

જે સમજવા દોડતો’તો, એ હવે સમજાય છે,
ઠેસ જે વાગી હતી, એ ઠેસ પણ પરખાય છે;
જેમ પાકું થઈ જતું ફળ ડાળ પર, એ રીતથી,
જિંદગીનો સ્વાદ મીઠો, વાર લાગે, થાય છે.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખચર્ચાઆગલો લેખ →માડીનો ગરબો