ધરીને
ઘણા સંત બેઠા દુશાલા ધરીને,
કથા ચટપટી ને મસાલા ધરીને.
તળે બાળ ભૂખ્યાં, નયન રાહ જોતાં,
ઉપર ભોગ ચાલે, નિવાલા ધરીને.
ગરીબી હટાવો, ગજાવી સભાઓ,
ગયા દેશ છોડી હવાલા ધરીને.
અમે ઝૂંપડીમાં રહી ગીત ગાયાં,
ન ઝુમ્મર, ન દીવા-ઉજાલા ધરીને.
પરાગે સુગંધો ભરી ફૂલ ફૂલે,
ગયો ના કદી એ રસાલા ધરીને.
– પરાગ રતનપરા
#ગઝલ #વ્યંગ #દંભ #ગરીબી #ફકીરી #પરાગરતનપરા
#GujaratiGhazal #Satire #Hypocrisy #FakeGurus #Simplicity #ParagRatanpara