← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ધબકાર

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

યંત્રના પડદે હવે ધબકાર ઝૂલે રાતભર,
ડૉક્ટરો સૌ એમ બોલે: ‘ઠીક છે, ચિંતા ન કર’;
કોણ જાણે, એ લકીરો રોજ તારા ઘર સુધી
દોડતી’તી ને ફરી આવી પડી મારી ઉપર.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખબારાખડીઆગલો લેખ →રોજ રોજ