← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ધાવણ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ખોળે બેઠો લાલ ને મા ઝીણું મલકાય,
ધાવણની ધારે જાણે ક્ષીરસાગર છલકાય.

નાની નાની મુઠ્ઠી વાળી પાલવ પકડી રાખે,
આંખો મીંચી, હોઠ હલાવી, અમરત ઘૂંટડે ચાખે;
માથે ફરતો માનો હાથ, તે જાણે આભ ઝુકાય…
ખોળે બેઠો લાલ…

થાકી પાકી ખેતરેથી આવી, તોયે ના થાકે,
ભૂખી રહીને દેહનું અમરત લાલની કાજે રાખે;
ધરતી જેમ જ મા પણ, પોતે ઘસાય ને ઉગાડાય…
ખોળે બેઠો લાલ…

પરાગ કહે: આ ઋણ ચૂકવવા જનમ ન પૂરા પડતા,
દૂધની એક જ ધારે આખા વેદ-પુરાણ ઊઘડતા;
જેણે માનું ધાવણ પીધું, એ ક્યાં કદી હરાય?
ખોળે બેઠો લાલ…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખદડતું પૈડુંઆગલો લેખ →ગલગોટા