← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

દડતું પૈડું

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

દડ દડ દડ દડ પૈડું દડે, ને પાછળ દોડે બાળ,
પૈડું આગળ, બાળક પાછળ, હસતી આખી ઢાળ!

લાકડી લઈને ચલાવે ભોલુ, જાણે હાંકે ગાડી,
શેરી આખી સ્ટેશન થઈ ગઈ, ઝાંપો થયો પહાડી;
ગબડ્યું ત્યાં તો ગબડ્યો ભોલુ, ધૂળમાં ભરાયું ગાલ…
દડ દડ દડ દડ…

ગાય ભડકી, કૂતરું ભસ્યું, કાકી કહે: ‘એ ઊભો!’
પણ પૈડાને કોણ રોકે? એ તો દોડે જાણે સૂબો;
ખાબોચિયામાં પડ્યું છપાક, ને ભોલુ થયો નિહાલ…
દડ દડ દડ દડ…

પરાગ કહે: આ જીવન પણ છે દડતું એક પૈડું,
પકડો ત્યાં તો છટકી જાય, ને મોટું કરતું ઢૈડું;
પણ દોડવામાં જે મજા છે, એ જ સાચો માલ…
દડ દડ દડ દડ…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખઢળાણઆગલો લેખ →ધાવણ