← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

દીવો મૂકી જાજો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

મારા ભીતરના ઓરડે અંધારું, કોઈ દીવો મૂકી જાજો રે,
હું મને જ ભાળી ના શકું, કોઈ મારું નામ ગાજો રે.

બહાર તો ઝગમગ મેળો ભરાયો, લાઈટો લાખ ઝબૂકે,
ભીતર એક ખૂણે બેઠું કોઈ, ડૂસકે ડૂસકે ડૂકે;
ખોવાયેલી મારી જાતને શોધવા, હૈયે કંદીલ લાજો રે…
કોઈ દીવો મૂકી જાજો રે…

અરીસો રોજ લૂછ્યા કરું ને ચહેરો રોજ ચમકાવું,
ભીતરની ધૂળને કેમ કરીને, હું એકલો ખંખેરાવું?
હળવે હાથે આવીને કોઈ, મનની બારી ઉઘાડજો રે…
કોઈ દીવો મૂકી જાજો રે…

પરાગ કહે: એક તણખો પૂરતો, આખું આભ ઉજાળે,
એક મીઠો બોલ પૂરતો, ભીતર ભવનું વાળે;
દીવો નહીં તો આગિયો થઈને, મારા ઉંબરે આવજો રે…
કોઈ દીવો મૂકી જાજો રે…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખગુજરાતની માટીઆગલો લેખ →ઘેટાંપુરાણ