દીવાનગી
દીવડે ઝૂકી પતંગા, આગની દીવાનગી,
વાંસળીના સૂર પાછળ રાગની દીવાનગી.
રંગ ઊડે, ઢોલ ગાજે, ગામ આખું ઝૂમતું,
આ ગુલાલી પર્વ છે, કે ફાગની દીવાનગી?
પાનખરમાં ઠૂંઠને પણ સીંચતો માળી સદા,
કૂંપળોની આશ છે, કે બાગની દીવાનગી?
રાતના છાના જ છોડ્યાં રાજ, રાણી, બાળ જે,
એ હતી સિદ્ધાર્થના એ ત્યાગની દીવાનગી.
આ ‘પરાગે’ મ્હેક આપી સૌ ભ્રમરને, ખુદ છતાં
હાથ ખાલી, એ હતી એ ભાગની દીવાનગી.
– પરાગ રતનપરા
#ગઝલ #દીવાનગી #ઘેલછા #ત્યાગ #પ્રેમ #પરાગરતનપરા
#GujaratiGhazal #Madness #Passion #Renunciation #Obsession #ParagRatanpara