← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

દીવાલ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

એક કૂવો, એક પાણી, ભેદની દીવાલ છે,
જન્મથી જેને મળી, એ કેદની દીવાલ છે.

દીકરી જન્મી, ઘરે સૌ મોં ચડાવી બેસતાં,
પારણું ત્યાં ઝૂલતું, ને ખેદની દીવાલ છે.

ગ્રંથ ગોખ્યા, મંત્ર ભણ્યા, ને તિલક કીધાં ઘણાં,
ઝૂંપડે કો’ ના ગયું, આ વેદની દીવાલ છે.

ભાઈચારાનાં સદા ભાષણ થયાં’તાં મંચ પર,
ભીડ નીચે જે હતી, એ મેદની દીવાલ છે.

મ્હેક કોની નાતની છે? ફૂલ ક્યાં પૂછે, ‘પરાગ’,
આપણે ઊભી કરી આ છેદની દીવાલ છે.

– પરાગ રતનપરા

#ગઝલ #ભેદભાવ #સમાનતા #સમાજ #માનવતા #પરાગરતનપરા
#GujaratiGhazal #Discrimination #Equality #SocialWalls #Humanity #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખચાંદનીઆગલો લેખ →ખભે લે છે