← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

દીકરીની વિદાય

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ચાલી રે ચાલી મારી ચકલી પરદેશ, આંગણું રોતું રે,
માંડવે બેઠો બાપ હસે ને ભીતર ખોતું રે.

હાથે મેંદી, માથે મોડ, ને પગમાં ઝાંઝરિયાં,
ઢોલ વાગે, શરણાઈ ગાજે, વરસે ફૂલડિયાં;
હસતી આંખે જોઉં, પણ આંખે ઝાંખું જોતું રે…
ચાલી રે ચાલી…

ઢીંગલી ને પાંચીકા એના માળિયે મૂક્યા છાના,
ઝૂલો એનો ખાલી ઝૂલે, વાતો ઝૂલે નાના;
માનું હૈયું સાડીના છેડે આંસુ ધોતું રે…
ચાલી રે ચાલી…

પરાગ કહે: દીકરી તો છે તુલસીનો એક ક્યારો,
જે આંગણે જાય, ત્યાં કરે દીવો ને અજવાળો;
બાપનું ઘર તો ખાલી, પણ સાસરું સોહતું રે…
ચાલી રે ચાલી…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખઘર એટલેઆગલો લેખ →ઝળહળે