← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

દીકરી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

આંગણે ઝાંઝર ઝણકતી, સાવ નાની દીકરી,
આજ ડોલીમાં ચડી, ને એ કહાણી દીકરી.

બાપનાં ચશ્માં પહેરી ચોપડી વાંચે, હસે,
‘હું ય ભણવાની’ કહે, એવી સયાની દીકરી.

સાસરે છો ને દુખી, પણ ફોન પર એ ખુશ રહે,
બાપ ના ચિંતા કરે, તે કાજ શાણી દીકરી.

દીકરો માગ્યો ખુદા પાસે, ઘણી બાધા કરી,
ઘડપણે ટેકો બની, બસ એક છાની દીકરી.

આ પરાગે ઈશ જોયો ના કદી, તો શું થયું?
આંગણામાં ખેલતી, એની નિશાની દીકરી.

– પરાગ રતનપરા

#ગઝલ #દીકરી #પિતા #વિદાય #સ્નેહ #પરાગરતનપરા
#GujaratiGhazal #Daughter #FatherDaughter #Farewell #DaughtersAreBlessings #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખચૅનલ પરઆગલો લેખ →દરજી