દીધું
મને જીવવું, પણ નહીં ભાન દીધું,
ગળું દઈ, નથી એક પણ ગાન દીધું.
અમે આભ પામ્યા, છતાં પાંખ કાપી,
નથી એક પણ બેસવા સ્થાન દીધું.
ભણાવ્યા અમોને બધા વેદ-ગ્રંથો,
નહીં આંસુ વાંચી શકે જ્ઞાન દીધું.
હતા આયના ઓરડે ઓરડે સૌ,
ન પોતા તરફ સ્હેજ પણ ધ્યાન દીધું.
પરાગે ન માગ્યું વધારે કશું પણ,
હતું તે ગઝલમાં ફરી દાન દીધું.
– પરાગ રતનપરા
#ગઝલ #નિયતિ #વિરોધાભાસ #આત્મખોજ #સંતોષ #પરાગરતનપરા
#GujaratiGhazal #Destiny #Irony #SelfAwareness #Contentment #ParagRatanpara