← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ડટ્ટું

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

એક ડટ્ટું ભીંત પર છે, એ જ મારો હાલ છે,
રોજ ફાડું એક પાનું, તોય પાછી કાલ છે.

સાંજ પડતાં ચા બનાવું બે કપે આ ટેવથી,
ઓરડામાં સામસામે આપણો બસ ખ્યાલ છે.

આયનાને રોજ પૂછું, ‘કોણ છો?’ ને એ કહે:
‘જે તમે, એની જ ધીમી ને ઢળેલી ચાલ છે.’

પૌત્ર પરદેશે હસે છે ફોનના પરદા ઉપર,
ગાલ અડકું, આંગળીને કાચ અડતો, વ્હાલ છે?

એક પાનું આ ‘પરાગે’ ના કદી ફાડ્યું હજી,
જે દિવસ તું ગઈ, હજીયે ત્યાં જ અટકી સાલ છે.

– પરાગ રતનપરા

#ગઝલ #એકલતા #ઘડપણ #કેલેન્ડર #વિયોગ #પરાગરતનપરા
#GujaratiGhazal #Loneliness #OldAge #Calendar #Widowhood #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખમેં તો ચાંદો વાવ્યોઆગલો લેખ →પપ્પાનાં ચંપલ