દશેરા
દર વર્ષે
રાવણ બળે છે.
દસ માથાં,
દારૂખાનું ભરેલું પેટ,
ને તાળીઓ.
પછી લોકો ઘેર જાય છે —
કોઈ ક્રોધ લઈને,
કોઈ લોભ,
કોઈ અહંકાર,
કોઈ ઈર્ષા —
દરેકના ખિસ્સામાં
એક એક માથું.
મેદાન સાફ થઈ જાય છે.
રાવણ
હવે આખા નગરમાં
છૂટો ફરે છે,
દસ ભાગમાં વહેંચાઈને.
– પરાગ રતનપરા