← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

દશેરા

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

દર વર્ષે
રાવણ બળે છે.
દસ માથાં,
દારૂખાનું ભરેલું પેટ,
ને તાળીઓ.

પછી લોકો ઘેર જાય છે —
કોઈ ક્રોધ લઈને,
કોઈ લોભ,
કોઈ અહંકાર,
કોઈ ઈર્ષા —
દરેકના ખિસ્સામાં
એક એક માથું.

મેદાન સાફ થઈ જાય છે.

રાવણ
હવે આખા નગરમાં
છૂટો ફરે છે,
દસ ભાગમાં વહેંચાઈને.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખરહેવા દોઆગલો લેખ →રંગમંચ