દર્શને
લાલ બત્તી, સાયરન ને શેઠ આવ્યા દર્શને,
ધૂપમાં ઊભેલ ભક્તોને હટાવ્યા દર્શને.
પાંચસોમાં ઝટ દરશ, ને લાખમાં તો આરતી,
ભાવ પ્રભુના બોર્ડ પર મોટા લખાવ્યા દર્શને.
આરતી ટાણે બધાના હાથમાં મોબાઈલો,
ને બધાએ ‘રીલ’ કરવા પણ નચાવ્યા દર્શને.
બ્હાર ઊભો’તો ભિખારી, વાટકો લઈ આશમાં,
એ જ ઈશ્વરને તજી, સૌ લોક આવ્યા દર્શને.
આ ‘પરાગે’ મંદિરે જઈ મૂર્તિને પૂછ્યું જરા:
‘નાથ, તમને આ બધાએ શું સતાવ્યા દર્શને?’
– પરાગ રતનપરા
#ગઝલ #વ્યંગ #ધર્મનોધંધો #વીઆઈપીદર્શન #દંભ #પરાગરતનપરા
#GujaratiGhazal #Satire #VIPDarshan #CommercialFaith #Hypocrisy #ParagRatanpara