દરિયો ને હું
દરિયો ને હું સરખા, સાહેલી, બેઉ ઊછળીએ રાત,
ફેર એટલો — મોજું પાછું વળે, ન વળે મારી વાત.
પૂનમ જુએ ને દરિયો ઊછળે, તને જોઉં ને હું,
ખારો એ ય, ખારો હું ય — આંસુની ખારાશ, કહું શું?
એ તો રેતી ભીંજવી ચાલે, મારે ભીંજે ગાત…
દરિયો ને હું…
દરિયાને તો કાંઠો મળિયો, સીમા દોરી દીધી,
મેં તો તારી યાદની આગળ ભીંત ન એકે કીધી;
એ તો ઓટે શાંત થઈ જાય, મારે ભરતી દિનરાત…
દરિયો ને હું…
પરાગ કહે: દરિયો તો લે છે નદીઓને નિજ ખોળે,
હું ય એવો — તારાં આંસુ ઝીલું મારી ઝોળે;
દરિયો ને હું સરખા, તોયે અલગ અમારી ભાત…
દરિયો ને હું…
– પરાગ રતનપરા