← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

દર્દનો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

થઈ ગયો છે જિંદગીભરનો સહારો દર્દનો,
ને હવે તો રોજનો છે આ પનારો દર્દનો.

હાસ્યનો ધંધો હવે તો ક્યારનો ઠપ થઈ ગયો,
હું કરું છું શાયરીથી બસ ગુજારો દર્દનો.

રાતના ત્રણ વાગતાં બાળક જરા ખાંસ્યું, અને
માત જાગી, ઓળખી લીધો ઇશારો દર્દનો.

જે ગલીમાં હું ગયો, ત્યાં કોઈ રડતું ભાળિયું,
મેં જ માન્યો'તો અહીં મારો ઇજારો દર્દનો.

આ પરાગે ફૂલ પાસે શૂળ દીઠી, તો થયું,
મ્હેકની પાછળ હશે નક્કી ઉતારો દર્દનો.

– પરાગ રતનપરા

#ગઝલ #દર્દ #વેદના #મા #કરુણા #પરાગરતનપરા
#GujaratiGhazal #Pain #Sorrow #Motherhood #Compassion #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખદીકરા, શેઢો સાંભરજેઆગલો લેખ →સાથમાં