દર્દ
કોઈ પૂછે, કોણ છે આ? એ જ મારું દર્દ છે,
એક થાળીમાં જમે એ તો દુલારું દર્દ છે.
આંસુઓમાં ઓગળીને રોજ વરસે છે છતાં,
તોય સાગરથી વધારે આજ ખારું દર્દ છે.
દાક્તરે ગોળી લખી દીધી, દુઆ પણ મા કરે,
તોય ના જાતું કદી એવું નઠારું દર્દ છે.
તેં ઉઠાવ્યું સૌ જ લાવેલી હતી તે સાથમાં,
ને છબીમાં સાચવેલું એક તારું દર્દ છે.
દર્દને પણ ફૂલની પેઠે ઉછેર્યું છે, પરાગ,
એટલે તો મ્હેકતું આ સાવ ન્યારું દર્દ છે.
– પરાગ રતનપરા
#ગઝલ #દર્દ #પીડા #વિરહ #સહનશીલતા #પરાગરતનપરા
#GujaratiGhazal #Pain #Heartache #Endurance #Longing #ParagRatanpara