ડાયટ કાલથી
ગોળગપ્પાં, ભેળ, ભજિયાં, ચાટ, ડાયટ કાલથી,
આજ તો પત્ની જુએ છે વાટ, ડાયટ કાલથી.
દોડતો જિમમાં કલાકો, હાંફતો પાછો વળું,
ભાવતી ખાઉં કચોરી ઠાઠ, ડાયટ કાલથી.
શર્ટનાં બટનો ગયાં, ને ઢોલ જેવું પેટ છે,
આયનો બોલ્યો: ‘ગયો એ ઘાટ’, ડાયટ કાલથી.
રાતના લીધા શપથ: ‘કાલે સવારે ચાલશું’,
પણ સવારે ગોદડી ને ખાટ, ડાયટ કાલથી.
આ પરાગે પણ ગઝલને પાતળી કીધી ઘણી,
શબ્દ સૌ દોડી ગયા છે હાટ, ડાયટ કાલથી.
– પરાગ રતનપરા
#ગઝલ #હાસ્ય #ડાયટ #સ્વાદ #આળસ #પરાગરતનપરા
#GujaratiGhazal #Humour #DietFromTomorrow #Foodie #FitnessFail #ParagRatanpara