← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ડૅડી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

તમે સાવ જૂના, બનો ‘કૂલ’ ડૅડી,
મને જોઈએ છે નવી ‘સ્કૂલ’, ડૅડી.

હવે ‘હાઈ’ બોલો, જમાનો નવો છે,
હવે એ જ ‘લેટેસ્ટ’ છે ‘રૂલ’, ડૅડી.

તળાવે તમે ભેંસ સાથે નહાયા,
ઇમારત ઉપર છે નવો ‘પૂલ’, ડૅડી.

ગુલાબો ઉગાડ્યાં તમે આંગણામાં,
તમે બાગબાં, ને અમે ‘ફૂલ’ ડૅડી.

પરાગે લખી આ ગઝલ ગુજલિશે, ને
ભણાવી ન ભાષા, ખરી ‘ભૂલ’, ડૅડી.

– પરાગ રતનપરા

#ગઝલ #ગુજલિશ #માતૃભાષા #પેઢીઓ #હળવીવાત #પરાગરતનપરા
#GujaratiGhazal #Gujlish #MotherTongue #GenerationGap #Humour #ParagRatanpara

ગઝલવ્યંગ
← પહેલો લેખઘરમાં હતાંઆગલો લેખ →કવિનું સુખ