ચોપાટ
દાદાજી ગયા એ રાતે
ચોપાટ
અડધી રમાયેલી હતી.
એમનો લાલ સોગઠો
ઘરથી બે ખાના દૂર.
બાએ કોઈને
એ ચોપાટ ઉપાડવા ન દીધી.
વરસો વીત્યાં.
બાના વાળ ધોળા થયા,
ચોપાટ પર ધૂળ.
એક દિવસ
બાએ પાસા ફેંક્યા —
બે.
ને દાદાજીનો સોગઠો
ઘરમાં મૂકી દીધો.
પછી હસીને બોલી:
‘જાવ, જીત્યા તમે.’
એ જ રાતે
બા પણ
ઘેર પહોંચી ગઈ.
– પરાગ રતનપરા