← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ચોપાટ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

દાદાજી ગયા એ રાતે
ચોપાટ
અડધી રમાયેલી હતી.
એમનો લાલ સોગઠો
ઘરથી બે ખાના દૂર.

બાએ કોઈને
એ ચોપાટ ઉપાડવા ન દીધી.

વરસો વીત્યાં.
બાના વાળ ધોળા થયા,
ચોપાટ પર ધૂળ.

એક દિવસ
બાએ પાસા ફેંક્યા —
બે.
ને દાદાજીનો સોગઠો
ઘરમાં મૂકી દીધો.

પછી હસીને બોલી:
‘જાવ, જીત્યા તમે.’

એ જ રાતે
બા પણ
ઘેર પહોંચી ગઈ.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખઝરમર નહીંઆગલો લેખ →માનો કાગળ