← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ચૂપ બેઠા

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

જલે ગામ, ને સૌ ભલા ચૂપ બેઠા,
સભામાં ધુરંધર વડા ચૂપ બેઠા.

હતી ચીસ, લોહી, ધુમાડો, તબાહી,
ગગનમાં ય જાણે ખુદા ચૂપ બેઠા.

રડી દીકરી રાતભર સાસરે, ને
પિયરમાં પિતા ને સગા ચૂપ બેઠા.

નઠારા ગજાવે ગલી ને નગરને,
ઘરોમાં સુરક્ષિત ઘણા ચૂપ બેઠા.

ગઝલ લઈ ‘પરાગે’ સવાલો ઉઠાવ્યા,
ખરા જે હતા, એ બધા ચૂપ બેઠા.

– પરાગ રતનપરા

#ગઝલ #મૌનસંમતિ #અન્યાય #સમાજ #સવાલ #પરાગરતનપરા
#GujaratiGhazal #SilenceOfGood #Injustice #SpeakUp #Conscience #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખઘરમાં ખુદાઆગલો લેખ →તુલસીક્યારો